WordPress database error: [Deadlock found when trying to get lock; try restarting transaction]
DELETE FROM `wpj6_options` WHERE `option_name` = '_site_transient_timeout_wp_theme_files_patterns-a30bdd1ad2d29b02818c27337738fbaf'


Warning: Cannot modify header information - headers already sent by (output started at /home4/taxvakil/public_html/wp-includes/class-wpdb.php:1845) in /home4/taxvakil/public_html/wp-includes/feed-rss2.php on line 8
Home Posts – LALIT GANATRA https://taxvakil.co.in Tax Advocate Fri, 24 Feb 2023 05:40:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://taxvakil.co.in/wp-content/uploads/2022/08/cropped-20220817_071258-32x32.jpg Home Posts – LALIT GANATRA https://taxvakil.co.in 32 32 “બાબુ મોસાય, જિંદગી બડી હોની ચાહીએ…….લંબી નહીં !” By Kaushal Parekh – Tax Today https://taxvakil.co.in/?p=2661 https://taxvakil.co.in/?p=2661#respond Sun, 19 Feb 2023 02:39:00 +0000 https://taxvakil.co.in/?p=2661

Reading Time: 2 minutes

આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છેસાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે, ભૂલવા જેવી ચીજ સંબંધોની મીઠાશ છે

તા. 19.02.2023

        સર્વે વાંચકગણને મારા નવાવર્ષના અભિનંદન. મારે 2023ના પ્રથમ લેખની શરૂવાત કોઈ પોસિટિવ સ્ટોરી સાથે કરવી હતી, પરંતુ 2022ની આખરથી લઈને નવા વર્ષની શરૂઆતના 10 દિવસોમાં મને અનેક આઘાતજનક સમાચારો મળ્યા જેથી મારૂ મન પણ ખૂબ દ્રવી ઉઠ્યું. થોડા દિવસો પહેલા  હાર્ટએટેકના લીધે 35થી લઈને 50 વર્ષની આસપાસની ઉમરના તંદુરત જણાતી વ્યક્તિઓના મૃત્યુ મોટા પ્રમાણમાં થયા. આ લખું છું એ દિવસના સમાચાર પત્રમાં વલસાડની એક કોલેજ માં SY BA ના વિધ્યાર્થીનું પણ અચાનક કોલેજમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયાના સમાચાર વાંચવા મળ્યા!

        આપ જો ગૂગલ કરીને ભારતીયોની સરેરાશ ઉમર ચેક કરશોતો તે પણ અંદાજિત 65 વર્ષનું મહતમ આયુષ્ય બતાવવા લાગ્યું છે. શું છે આનું કારણ?? સાચું કહું તો આને માટે આપણી અતિ વ્યસ્ત જીવનશૈલી ઉપરાંત શરીરની કાળજી કરવામાં આપણે તદન બેપરવાહ થઈ ગયા છે. મેદસ્વીતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અપૂરતી નિંદ્રાના રોગો તો હવે સાવ સામાન્ય થઈ ગયા છે! આપણે સુખ સગવાડોને અપનાવતા તો ગયા પરંતુ મશીનો અને નોકરોના ગુલામ પણ બની ગયા છીએ. આપણ ગાડીની રેગ્યુલર સર્વિસ કરાવવાનું યાદ છે પણ આ ઈશ્વરે આપેલ અણમોલ શરીરની કાળજીનું શું? ચાલો હવે સ્ટ્રેસફૂલ લાઈફને બદલે કલરફૂલ લાઈફ જીવીએ. આજના સમયનો ખરો બાજીગર એજ છે જે સમયના અભાવ વચ્ચે પણ પોતાની જાત માટે સમય કાઢે.

        જીવનમાં દરેકને બીજો મોકો નથી મળતો માટે સમયસર પોતાની ગમેતેટલી ભાગદોડ વાળી જીવનશૈલી ભલે હોય તોપણ પોતાના અનુકૂળ સમયે યોગઆસન, કસરત કે મનગમતી આઉટડોર રમતો રમવા માટે અચૂક સમય કાઢો. અઠવાડિયામાં એક કલાક પ્રકૃતિ સાથે વિતવો. ભક્તિભાવ, સદભાવ અને પરિવારના સભ્યો વચ્ચે સંવાદ રાખો. અંગત મિત્રો સાથે મહિને એકવાર રૂબરૂ મળી ગોસઠી કરવાનું અચૂક યાદ રાખો. 35થી વધુ ઉમરના વ્યક્તિઓએ દર છ મહિને પોતાના બ્લડ અને યુરીન રિપોર્ટ તપાસતા રહેવું જોઈએ. નોકરોને આધીન થવાને બદલે ઘરના નાના મોટા કામ પોતાની જાતથી કરતાં રહેવું જોઈએ જેથી શરીર કસાયેલું રહે. કોઈપણ પ્રકારના દુખાવા કે રોગ માટેની દવાઓ ડોકટરની સલાહ લીધા વગર લેવાનું ટાળો. દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પિતા રહેવું જોઈએ અને દરેક વ્યક્તિએ પોતાની ખાણીપીણીમાં યોગ્ય ડાયેટને સામેલ કરવો જોઈએ. પોતાના બેન્ક એકાઉન્ટ અને રોકાણમાં વરસદારનું નામ અવશ્ય લખાવો. વધુ નફાની લાલચને બદલે સલામત રોકાણમાં પૈસા ઇન્વેસ્ટ કરો. પરિવારના સભ્યોની સુખાકારી સાચવવામાં પોતાના સુખને બલીએ ના ચઢાવો. પોતાની જાતને દિલથી સ્વીકારો અને તેને પ્રેમ કરો. પોતાના પરિવારની કોઈ એક ખાસ વ્યક્તિને ઓફિસ, રોકાણ કે ભવિષ્યના આયોજનો વિષે અચૂક માહિતગાર રાખો અથવા એક ડાયરીમાં તેની નોંધ રાખો. વિવિધ પ્રકારની વીબસાઇટ કે બેંકિંગ એપના પાસવર્ડ્સ કે MPIN, સિક્રેટ પ્રશ્નો, એકાઉન્ટ બનાવતી વખતે તેમાં જણાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ id જેવી કીમતી માહિતીની નોંધ પણ રાખતા શીખો. આપે રોકાણ કયા એજેંટ કે બઁક ઓફિસર પાસે કરાવ્યુ છે તેની માહિતી જેતે સ્ટેટમેંટ કે રસીદ ઉપર તે વ્યક્તિના મોબાઈલ નંબર સાથે લખો. અણધારી આફતના સમયે પરિવારને રખડવાનો વારો ના આવે એની સલામતી આપે લીધેલા નિર્ણયો ઉપરજ નિર્ધારિત હોય દરેક નિર્ણય બે વાર વિચારીને કે પોતાના હિતેચ્છુની સલાહ બાદ લેવા જોઈએ.

        આ વિધાન બરાબર યાદ રાખો કે પોતાના શરીરની કાળજી સ્વયં પોતે સિવાય કોઈ કરી શકવાનું નથી. ખૂબ હસો અને હસાવો અને આસપાસનો માહોલ પ્રફુલ્લિત રાખો. એકબીજા પ્રત્યે દુખ લાગ્યું હોય તો વાતનું વતેસર કરવાને બદલે જલ્દી તેનું સમાધાન લાવો.

        જીવન ભલે ટૂંકું હોય પણ ચાલો આપણે તેને એક ઉત્સવ બનાવીને જીવીએ.

  • કૌશલ પારેખ – દીવ ( 9624797422 )

]]>
https://taxvakil.co.in/?feed=rss2&p=2661 0
આવકવેરા કાયદા હેઠળ બજેટ 2023 અન્વયે સખાવતી સંસ્થા અને ધર્માદા ટ્રસ્ટો અંગેની નવી જોગવાઈઓની સમજ – Tax Today https://taxvakil.co.in/?p=2496 https://taxvakil.co.in/?p=2496#respond Sat, 18 Feb 2023 03:14:00 +0000 https://taxvakil.co.in/?p=2496

Reading Time: 3 minutes

By Amit Soni, Advocate Nadiad

આવકવેરા કાયદા અન્વયે સખાવતી અને ધાર્મિક ટ્રસ્ટો માટે ખૂબ જ અગત્યના સુધારા કરવામાં આવેલ છે તો ચાલો ટ્રસ્ટોના નવા સુધારાઓ વિશે સમજીશુ..

૧) એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટ ને દાન આપે ત્યારે દાન કરનાર ટ્રસ્ટ ને દાનની રકમ ના ૮૫% જેટલી રકમ નો ખર્ચ તરીકે બાદ મળશે. આ જોગવાઈ નો અમલ તા ૧/૦૪/૨૦૨૩ થી થશે. આ સુધારા પહેલા દાન આપનાર ટ્રસ્ટ ને સીધે સીધે ૧૦૦% બાદ લઈ લેતા અને ૧૫% એકત્રિતીકરણ પણ  વધારા નો લાભ લેતા હતા આમ દરેક ટ્રસ્ટ ૧૫% વધારાનો લાભ લેતા હતા તે અટકાવવા માટે આ સુધારો આવેલ છે.

૨)  કોઈપણ ટ્રસ્ટ  પહેલા આવકવેરા કાયદા અન્વયે કલમ 12એબી  અને ૮૦ જી માટે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવાનું છે અને ત્યાર બાદ ફાઇનલ રજીસ્ટ્રેશન ની અરજી કરવાની જોગવાઈ હતી તેમાં સુધારો લાવીને જે ટ્રસ્ટ સ્થાપના થયે થી સેવાકીય પ્રવૃતિ કરે તો તેવા ટ્રસ્ટે સીધી જ ફાઇનલ અરજી કરી શકે તેવી નવી જોગવાઈ દાખલ કરેલ છે.

હાલમાં પહેલા પ્રોવિજલ રજીસ્ટ્રેશન ૩ વર્ષ માટે મળતું અને સેવાકીય પ્રવૃતિ શરૂ કરે થી છ મહિનામાં ફાઇનલ રજીસ્ટ્રેશન લેવાની અરજી કરવી પડતી હતી. અને ફાઇનલ રજીસ્ટ્રેશન ૫ વર્ષ ની મુદત માટે મળતું હતું. જે ટ્રસ્ટ પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મેળવીને થોડા મહિના બાદ સેવાકીય પ્રવૃતિ કરે થી ફાઇનલ રજીસ્ટ્રેશન ની ફરી અરજી કરવાની થતી આમ એક જ વર્ષમાં બે વખત રજીસ્ટ્રેશન ની કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી હવે આ નવા સુધારા થી સીધો જ ફાઇનલ રજીસ્ટ્રેશન નંબર મળી જશે.

૩) દરેક ટ્રસ્ટે  કલમ ૧૨એબી અને ૮૦ જી ની પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ની અરજી કરે છે ત્યારે આ પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ઓટોમેટિક પ્રોસેસેસ ને કારણે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મળી જતું હતું  તેમાં નવા સુધારામા “ ચોક્કસ પ્રકારના ઉલ્લંઘન “ ના કારણસર આપેલ રજીસ્ટ્રેશન કેન્સલ કરી શકશે એટ્લે કે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ની અરજી ની પ્રક્રિયા ઓટોમેટિક હોઈ ટ્રસ્ટ ધ્વારા જરૂરી વિગતો ને બદલે વિસંગત પુરાવા અપલોડ કરીને રજીસ્ટ્રેશન મેળવી લેતા હતા તેને અટકાવવા “ ચોક્કસ પ્રકારના ઉલ્લંઘન “ ના કારણ ની નવી જોગવાઈ થી ભલે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મેળવેલ હોય તેમ છતાં રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની જોગવાઈ નવી મુકેલ છે.

૪) જે ટ્રસ્ટે ૧૨ એબી અને ૮૦ જી પ્રોવિજનલ સર્ટિફિકેટ લઈ લીધેલ છે અને ફક્ત દાનની આવક એકત્રિત કરીને તે ટ્રસ્ટ ફાઇનલ રજીસ્ટ્રેશન ની અરજી કરતું નથી તેવા કિસ્સામાં કલમ ૧૧૫ ટીડી અન્વયે એક્સિટ ટેક્સ 30% મેક્સિમમ ના દરે વેરો ભરવાની જોગવાઈ દાખલ કરેલ છે.

૫) ટ્રસ્ટે ફોર્મ નંબર ૯એ / ૧૦ એટ્લે કે સંચિત આવક માટે નું છે જે હવે તા ૩૧/૦૮ સુધીમાં ભરવાનું છે. આ સુધારા પહેલા આ બને ફોર્મ આવકવેરા રિટર્ન ભરતી વખતે ભરતા હતા પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને ઓડિટ વખતે મુશ્કેલી પડતી હતી તેને નિવારવા ૩૧/૧૦ ને બદલે ૩૧/૦૮ સુધીમાં ફોર્મ ૯એ/૧૦ ભરવાના છે.

૬) જે ટ્રસ્ટે આવકવેરા રિટર્ન ભરેલ નથી તેવા ટ્રસ્ટ અપડેટેડ રિટર્ન ભરી શકશે નહીં તે અંગે ની નવી  જોગવાઈ દાખલ કરેલ છે આમ જે ટ્રસ્ટે સમયસર આવકવેરા રિટર્ન નહિ ભરે તો કલમ ૧૧,૧૨ અને ૧૦ ૨૩(સી) ના કપાત બાદ નહિ મળે અને ૩૫% જેટલો વેરો કુલ આવક પર ભરવાનો થશે આ અંગે ગંભીરતા દાખવી રહેશે.

૭)  જે ટ્રસ્ટે કોઈ જનરલ એક્ટિવિટી કરવા માટે કોર્પસફંડ માથી ઉપાડ કરીને જનરલ એકટીવીટી કરે ત્યારે ખર્ચ ની રકમ  બાદ માંગવાની શરતમાં ટ્રસ્ટે પાંચ વર્ષમાં કોર્પસ ફંડ ની ઉપાડેલ જેટલી રકમ પરત જમા કરવાની છે નહિ તો ખર્ચ તરીકે બાદ મળશે નહીં.

8)  એક સંસ્થા બીજા સંસ્થા પાસેથી લોન લઈ ને  ખર્ચ કરે ત્યારે તેવા સંજોગોમાં આવક કે ખર્ચ  બંને ગણાતી નથી અને જ્યારે લોનના હપ્તા ભર્યા તેટલી રકમ ખર્ચ તરીકે બાદ મળતી હતી તેમાં નવો સુધારો કરીને હવે થી આ લોન ની રકમ પાંચ વર્ષ ની અંદર ભરપાઈ કરવાની રહેશે અન્યથા ખર્ચ તરીકે બાદ મળશે નહીં.

(લેખક નડિયાદ ખાતેના ટેક્સ ટુડેના પ્રતિનિધિ છે અને જાણીતા ટેક્સ એડવોકેટ છે)

]]>
https://taxvakil.co.in/?feed=rss2&p=2496 0