સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 31st December 2022
Reading Time: 3 minutes
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- અમારા અસીલ CSC (કંસયુમર સર્વિસ સેન્ટર) ધરાવે છે. તેઓ આ સેન્ટરના નામથી બેન્કમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. તેઓના એકાઉન્ટમાં ઓનલાઈન રકમ જમા થાય છે. આ રકમ રોકડ ઉપાડી તેઓ ગ્રાહકને રોકડમાં પૈસા આપે છે. આ ચુકવણી સમયે તેઓ ખરીદનારના આધાર કાર્ડ લે છે. આ વ્યવહાર કરવા બદલ તેઓને CSC પાસેથી કમિશન મળે છે તથા અમારા અસીલ ગ્રાહક પાસેથી પણ નજીવું કમિશન લે છે. શું આ પ્રકારના વ્યવહાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે, જો પડે તો ક્યાં દરે જી.એસ.ટી. ભરવો પડે? શફી દોકડિયા
જવાબ: હા, CSC તરફથી મળતા કમિશન તથા અસીલ પાસેથી લેવામાં આવતા કમિશનના વ્યવહારો ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. કમિશન ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા એક વેપારીના GSTR 3B માં વર્ષ 2020 21 માં ટેકસેબલ રકમ દર્શાવેલ હતી. આ રકમ GSTR 1 માં દર્શાવવાની રહી ગઈ હતી. આ રકમ GSTR 1 માં નાણાકીય વર્ષ 2021 22 માં દર્શાવેલ છે. આ રકમ GSTR 9 તથા 9C માં ક્યાં દર્શાવવામાં આવે તે જણાવવા વિનંતી નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: GSTR 9 ના ટેબલ 9 ના કૉલમ 4 માં આ રકમ દર્શાવવાની રહે. ટેક્સની કોઈ જવાબદારી આવે નહીં કારણકે GSTR 3B માં આ ટેક્સની જવાબદારી પૂરી કરવામાં આવેલ છે.
- અમારા અસીલ દૂધ અને છાશને સફેદ રંગની બેગમાં પેક કરી છૂટક 1 લિટર અને અળધો લિટરના જથ્થામાં વેચાણ કરીએ છીએ. આ બેગ ઉપર કોઈ લખાણ હોતું નથી. શું આ પ્રકારના વેચાણ ઉપર જી.એસ.ટી. લાગુ પડે? બી.બી. કાછડિયા, એડવોકેટ, ધોરાજી
જવાબ: દૂધ તથા છાસને 18 જુલાઇ 2022 થી લાગુ કરવામાં આવેલ “પ્રિ પેકેજડ & પ્રિ લેબલ્ડ” નો કોન્સેપ્ટ લાગુ પડે નહીં અને દૂધ અને છાસ કરમુક્ત જ રહે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ CSC (કંસયુમર સર્વિસ સેન્ટર) ધરાવે છે. તેઓ આ સેન્ટરના નામથી બેન્કમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. તેઓના એકાઉન્ટમાં ઓનલાઈન રકમ જમા થાય છે. આ રકમ રોકડ ઉપાડી તેઓ ગ્રાહકને રોકડમાં પૈસા આપે છે. આ ચુકવણી સમયે તેઓ ખરીદનારના આધાર કાર્ડ લે છે. આ વ્યવહાર કરવા બદલ તેઓને CSC પાસેથી કમિશન મળે છે તથા અમારા અસીલ ગ્રાહક પાસેથી પણ નજીવું કમિશન લે છે. આ વ્યવહાર રોકડમાં કરવામાં આવે તો કોઈ બાધ લાગુ પડે? શફી દોકડિયા
જવાબ: આ વ્યવહાર 199999/- સુધી કરવામાં આવેલ હોય તો કોઈ બાધ લાગુ પડે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.