November 14, 2024

LALIT GANATRA

Tax Advocate

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 17th December 2022

સવાલ-આપના-જવાબ-ટેક્સ-ટુડે-એક્સપર્ટના-(આ-કૉલમ-દર-શનિવારે-પ્રસિદ્ધ-થશે)-17th-december-2022

Spread the love

Reading Time: 2 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલ ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવવાનું કામ કરે છે. આ કામ CNC મશીન ઉપર કરવામાં આવતું હોય છે. CNC મશીન ઉપર કરવામાં આવતું આ જોબવર્કના કામ ઉપર ક્યાં દરે જી.એસ.ટી. ની જવાબદારી આવે તે જણાવવા વિનંતી. આ સેવા માટેનો SAC/HSN જણાવવા વિનંતી.                                                                     વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: આપના અસીલ જો જોબવર્કની સેવા પૂરી પડતાં હોય તેવા કિસ્સામાં જો તેઓ સેવા રજિસ્ટર્ડ કરદાતાને આપતા હોય તો 12% જી.એસ.ટી. લાગુ પડે અને જો અનરજીસ્ટર્ડ વ્યક્તિને આપતા હોય તો 18% જી.એસ.ટી. લાગુ પડે અને HSN 9988 લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ અંગેની સેવા પૂરી પાડે છે. તેઓના અમુક કામ ભારતમાં હોય છે અને અમુક અસીલોને ભારત બહાર સેવા આપે છે. આ સેવાઓ જ્યારે ભારતમાં આપવામાં આવે ત્યારે ક્યાં દરે જી.એસ.ટી. ની જવાબદારી આવે?                                                                                                          વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: આપના અસીલ ભારતના તેઓના ભારતના અસીલોને સેવા આપે તો 18% લેખે જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.  

  1. અમારા અસીલ સેવા પૂરી પાડતા કરદાતા છે. તેઓનોનું ટર્નઓવર 19 લાખ જેવુ હોય મરજિયાત ધોરણે 12.2022 થી નોંધણી દાખલો મેળવેલ છે. તો તેઓ જી.એસ.ટી. ભરવા કઈ તારીખથી જવાબદાર બને?

જવાબ: આપના અસીલને આપવામાં આવેલ નોંધણી દાખલામાં લખવામાં આવેલ date of liability અથવા તો Effective Date of Registration થી વેરો ભરવાની જવાબદારી આવે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.