GST રીટર્ન ફાઈલ નહિ કરવા ને કારણે GST નંબર સસ્પેન્ડ થયો હોય તો તેને ફરી શરુ કરવાની પદ્ધતિમાં થયેલ ફેરફારની સરળ સમજુતી…
Reading Time: 2 minutes
By Prashant Makwana, Tax Consultant
જી.એસ.ટી. હેઠળ રિટર્નના ભરવાના કારણે સસ્પેન્શન થયેલ હોય ત્યારે કરદાતા તથા તેના ટેક્સ કન્સલ્ટન્ટને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. જ્યારે કરદાતા દ્વારા બાકી રિટર્ન ભરી આપવામાં આવ્યા હોય ત્યારે પણ તેઓના સસ્પેન્શન રિસ્ટોરના થાય ત્યારે કરદાતાઓના ધંધા ઉપર તેની વિપરીત અસર પડતી હોય છે. હવે કરદાતાઑ માટે આ અંગે રાહતના સમાચાર આવ્યા છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર એક નવી સેવા ચાલુ કરવામાં આવેલ છે. આ નવી સેવા વિષે આ લેખમાં વાંચકોને માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
- GST અંતર્ગર્ત જે કોઈ કરદાતા માસિક (MONTHLY) રીટર્ન ફાઈલ કરતા હોય તો તે સતત 6 મહિના ના રીટર્ન ફાઈલ નો કરે અને જે કરદાતા ત્રિમાસિક ( QUARTLY ) રીટર્ન ફાઈલ છે તે સતત 2 ત્રિમાસિક રીટર્ન ફાઈલ નો કરે તો તે કરદાતા ને કારણ દર્શક ( SHOW-CAUSE ) નોટીસ આપવામાં આવે છે. જો કરદાતા નોટીસ નો રીપ્લાય નથી આપતા અને રીટર્ન ફાઈલ નથી કરતા તો તેનો GST નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.
- કરદાતા 6 મહિના અથવા 2 ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરી દે છે પરંતુ કારણ દર્ષક ( SHOW CAUSE ) નોટીસ નો રીપ્લાય નથી આપતો ત્યાં સુધી તેમનો GST નંબર સસ્પેન્ડ રહે છે. રીટર્ન ફાઈલ કર્યા પછી કારણ દર્શક ( SHOW CAUSE ) નોટીસ નો રીપ્લાય કરવામાં અને GST નંબર પાછો શરુ કરવામાં કરદાતા ને ઘણી તકલીફ પડતી હતી/
- તેથી હવે કરદાતા પોતાના 6 મહિના ના અથવા 2 ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરે ત્યાર પછી પોતે જાતે જ INITIATING DROP PROCEDING પર ક્લીક કરીને જાતે જ નંબર શરુ કરી સકે છે.
- આ સુવીધી ફક્ત રીટર્ન નહિ ફાઈલ કરવાના કારણે જે નંબર સસ્પેન્ડ થયા છે તેના માટે જ છે. બીજા કોઈ કારણથી નંબર સસ્પેન્ડ થયો હોય તો તેને આ સુવિધા લાગુ પડતી નથી.
- આ સુવિધા જે નંબર 01/12/2022 પછી સસ્પેન્ડ થયા હશે તેને લાગુ પડશે.
- જે કરદાતા પહેલાના 6 મહિનાના રીટર્ન અથવા 2 ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરી દેશે એટલે ઓટોમેટીક GST નંબર એક્ટીવ થય જશે. જો ઓટોમેટીક GST નંબર શરુ નો થાય તો નીચે મુજબ ની પ્રક્રિયા અનુસરીને ટેક્ષ પેયર જાતે નંબર શરુ કરી શકશે.
- LOG IN TO GST PORTAL
- SERVISES
- USE SERVISE
- VIEW NOTICE AND ORDER
- CLICK ON INITIATING DROP PROCEDING
આ સેવા લાગુ થતાં સરકારના “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ” ને વેગ મળશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.