November 14, 2024

LALIT GANATRA

Tax Advocate

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 03rd December 2022

સવાલ-આપના-જવાબ-ટેક્સ-ટુડે-એક્સપર્ટના-(આ-કૉલમ-દર-શનિવારે-પ્રસિદ્ધ-થશે)-03rd-december-2022

Spread the love

Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલ દવાના વેપારી છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓ ટાટા કેપિટલ ફાઇનન્સમાં લોન અપાવવામાં ગ્રાહકોને મદદ કરવાની સેવા પૂરી પાડે છે. આ સેવા બદલ તેઓને કંપની કમિશન ચૂકવે છે. આ કમિશન ઉપર કંપની ઇન્કમ ટેક્સ હેઠળ TDS પણ કરે છે. શું અમારા વેપારીની કમિશન ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                અરવિંદભાઇ પટેલ, વિસનગર

જવાબ: હા, આપના અસીલ દ્વારા પૂરી પાડવામાં આવતી લોન અપાવવાની સેવા ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. પરંતુ આપના અસીલ જો NBFC ના ડાયરેક્ટ સેલિંગ એજન્ટ હોય તો આવા સંજોગોમાં કંપની RCM (રિવર્સ ચાર્જ) ભરવા જવાબદાર બને.    

  1. GSTR 9c ટેબલ 12 itc જેમાં A B અને C માં જે વિગત આવે છે તે ટેબલ માં કન્ફ્યુઝન થાય છે છે તો તેની વિગતવાર માહિતી આપવા વિનંતી જેમકે એમાં ટોટલ ટેક્સ બુક મુજબ આવે તે પછી બી અને સી માં એવી વાક્ય રચના મુકેલ છે કે જેથી સ્પષ્ટતા થતી નથી તેની માહિતી આપવા વિનંતી                                                                                                                                                         મેહુલ કે જોષી, ટેક્સ કન્સલ્ટન્ટ, શિહોર

જવાબ: આપની વાત સાથે અમો સહમત છીએ. ટેબલ 12 નું હેડિંગ અને અંદરના કૉલમની ભાષા વાંચતાં આ સવાલ વ્યાજબી છે. અમારા મતે 12 A માં ચોપડા પ્રમાણે ITC આવે જ્યારે 12 B માં અગાઉના વર્ષની ITC જે ચાલુ સાલમાં લીધી હોય તે આવે અને 12C માં ચાલુ વર્ષની ITC પછીના વર્ષમાં લીધી હોય તે દર્શાવવાનું રહે છે.

  1. અમો સોની કામનો ધંધો કરીએ છીએ અને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. અમો અમરા સગા સબંધી પાસેથી ગોલ્ડ સ્વરૂપે લોન લઈએ છીએ. આ ગોલ્ડને થોડા વધારા સાથે પરત કરીએ છીએ. શું ગોલ્ડ લોન પર આપનાર પાસે જી.એસ.ટી. નંબર હોય તો આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે? જ્યારે ગોલ્ડ લોન પરત કરીએ ત્યારે શું તેના ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે?       એમ. બી. શાહ & કૂ, અમરેલી

જવાબ: ના, ગોલ્ડ સ્વરૂપે લોન આપવાનો વ્યવહાર પણ મૂળભૂત રીતે લોન જ ગણાઈ અને જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. જ્યારે ગોલ્ડ લોન પરત કરવામાં આવે ત્યારે તે વ્યાજ સ્વરૂપે હોય તેના ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. હા, વ્યાજ તરીકે આપવામાં આવતા ગોલ્ડની ખરીદી સમયની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની રહે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.