March 15, 2025

LALIT GANATRA

Tax Advocate

આવકવેરા કાયદા હેઠળ બજેટ 2023 અન્વયે સખાવતી સંસ્થા અને ધર્માદા ટ્રસ્ટો અંગેની નવી જોગવાઈઓની સમજ – Tax Today

આવકવેરા-કાયદા-હેઠળ-બજેટ-2023-અન્વયે-સખાવતી-સંસ્થા-અને-ધર્માદા-ટ્રસ્ટો-અંગેની-નવી-જોગવાઈઓની-સમજ-–-tax-today

Reading Time: 3 minutes

By Amit Soni, Advocate Nadiad

આવકવેરા કાયદા અન્વયે સખાવતી અને ધાર્મિક ટ્રસ્ટો માટે ખૂબ જ અગત્યના સુધારા કરવામાં આવેલ છે તો ચાલો ટ્રસ્ટોના નવા સુધારાઓ વિશે સમજીશુ..

૧) એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટ ને દાન આપે ત્યારે દાન કરનાર ટ્રસ્ટ ને દાનની રકમ ના ૮૫% જેટલી રકમ નો ખર્ચ તરીકે બાદ મળશે. આ જોગવાઈ નો અમલ તા ૧/૦૪/૨૦૨૩ થી થશે. આ સુધારા પહેલા દાન આપનાર ટ્રસ્ટ ને સીધે સીધે ૧૦૦% બાદ લઈ લેતા અને ૧૫% એકત્રિતીકરણ પણ  વધારા નો લાભ લેતા હતા આમ દરેક ટ્રસ્ટ ૧૫% વધારાનો લાભ લેતા હતા તે અટકાવવા માટે આ સુધારો આવેલ છે.

૨)  કોઈપણ ટ્રસ્ટ  પહેલા આવકવેરા કાયદા અન્વયે કલમ 12એબી  અને ૮૦ જી માટે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવાનું છે અને ત્યાર બાદ ફાઇનલ રજીસ્ટ્રેશન ની અરજી કરવાની જોગવાઈ હતી તેમાં સુધારો લાવીને જે ટ્રસ્ટ સ્થાપના થયે થી સેવાકીય પ્રવૃતિ કરે તો તેવા ટ્રસ્ટે સીધી જ ફાઇનલ અરજી કરી શકે તેવી નવી જોગવાઈ દાખલ કરેલ છે.

હાલમાં પહેલા પ્રોવિજલ રજીસ્ટ્રેશન ૩ વર્ષ માટે મળતું અને સેવાકીય પ્રવૃતિ શરૂ કરે થી છ મહિનામાં ફાઇનલ રજીસ્ટ્રેશન લેવાની અરજી કરવી પડતી હતી. અને ફાઇનલ રજીસ્ટ્રેશન ૫ વર્ષ ની મુદત માટે મળતું હતું. જે ટ્રસ્ટ પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મેળવીને થોડા મહિના બાદ સેવાકીય પ્રવૃતિ કરે થી ફાઇનલ રજીસ્ટ્રેશન ની ફરી અરજી કરવાની થતી આમ એક જ વર્ષમાં બે વખત રજીસ્ટ્રેશન ની કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી હવે આ નવા સુધારા થી સીધો જ ફાઇનલ રજીસ્ટ્રેશન નંબર મળી જશે.

૩) દરેક ટ્રસ્ટે  કલમ ૧૨એબી અને ૮૦ જી ની પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ની અરજી કરે છે ત્યારે આ પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ઓટોમેટિક પ્રોસેસેસ ને કારણે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મળી જતું હતું  તેમાં નવા સુધારામા “ ચોક્કસ પ્રકારના ઉલ્લંઘન “ ના કારણસર આપેલ રજીસ્ટ્રેશન કેન્સલ કરી શકશે એટ્લે કે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન ની અરજી ની પ્રક્રિયા ઓટોમેટિક હોઈ ટ્રસ્ટ ધ્વારા જરૂરી વિગતો ને બદલે વિસંગત પુરાવા અપલોડ કરીને રજીસ્ટ્રેશન મેળવી લેતા હતા તેને અટકાવવા “ ચોક્કસ પ્રકારના ઉલ્લંઘન “ ના કારણ ની નવી જોગવાઈ થી ભલે પ્રોવિજનલ રજીસ્ટ્રેશન મેળવેલ હોય તેમ છતાં રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની જોગવાઈ નવી મુકેલ છે.

૪) જે ટ્રસ્ટે ૧૨ એબી અને ૮૦ જી પ્રોવિજનલ સર્ટિફિકેટ લઈ લીધેલ છે અને ફક્ત દાનની આવક એકત્રિત કરીને તે ટ્રસ્ટ ફાઇનલ રજીસ્ટ્રેશન ની અરજી કરતું નથી તેવા કિસ્સામાં કલમ ૧૧૫ ટીડી અન્વયે એક્સિટ ટેક્સ 30% મેક્સિમમ ના દરે વેરો ભરવાની જોગવાઈ દાખલ કરેલ છે.

૫) ટ્રસ્ટે ફોર્મ નંબર ૯એ / ૧૦ એટ્લે કે સંચિત આવક માટે નું છે જે હવે તા ૩૧/૦૮ સુધીમાં ભરવાનું છે. આ સુધારા પહેલા આ બને ફોર્મ આવકવેરા રિટર્ન ભરતી વખતે ભરતા હતા પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને ઓડિટ વખતે મુશ્કેલી પડતી હતી તેને નિવારવા ૩૧/૧૦ ને બદલે ૩૧/૦૮ સુધીમાં ફોર્મ ૯એ/૧૦ ભરવાના છે.

૬) જે ટ્રસ્ટે આવકવેરા રિટર્ન ભરેલ નથી તેવા ટ્રસ્ટ અપડેટેડ રિટર્ન ભરી શકશે નહીં તે અંગે ની નવી  જોગવાઈ દાખલ કરેલ છે આમ જે ટ્રસ્ટે સમયસર આવકવેરા રિટર્ન નહિ ભરે તો કલમ ૧૧,૧૨ અને ૧૦ ૨૩(સી) ના કપાત બાદ નહિ મળે અને ૩૫% જેટલો વેરો કુલ આવક પર ભરવાનો થશે આ અંગે ગંભીરતા દાખવી રહેશે.

૭)  જે ટ્રસ્ટે કોઈ જનરલ એક્ટિવિટી કરવા માટે કોર્પસફંડ માથી ઉપાડ કરીને જનરલ એકટીવીટી કરે ત્યારે ખર્ચ ની રકમ  બાદ માંગવાની શરતમાં ટ્રસ્ટે પાંચ વર્ષમાં કોર્પસ ફંડ ની ઉપાડેલ જેટલી રકમ પરત જમા કરવાની છે નહિ તો ખર્ચ તરીકે બાદ મળશે નહીં.

8)  એક સંસ્થા બીજા સંસ્થા પાસેથી લોન લઈ ને  ખર્ચ કરે ત્યારે તેવા સંજોગોમાં આવક કે ખર્ચ  બંને ગણાતી નથી અને જ્યારે લોનના હપ્તા ભર્યા તેટલી રકમ ખર્ચ તરીકે બાદ મળતી હતી તેમાં નવો સુધારો કરીને હવે થી આ લોન ની રકમ પાંચ વર્ષ ની અંદર ભરપાઈ કરવાની રહેશે અન્યથા ખર્ચ તરીકે બાદ મળશે નહીં.

(લેખક નડિયાદ ખાતેના ટેક્સ ટુડેના પ્રતિનિધિ છે અને જાણીતા ટેક્સ એડવોકેટ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.