May 18, 2024

LALIT GANATRA

Tax Advocate

GST અંતર્ગત માર્ચ-2023માં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!! By Prashant Makwana – Tax Today

1 min read
gst-અંતર્ગત-માર્ચ-2023માં-આ-કર્યો-કરવાનું-ચૂકશો-નહીં!!-by-prashant-makwana-–-tax-today

Reading Time: 2 minutes

By Prashant Makwana

તારીખ : 01/03/2023

નાણાકીય વર્ષ 2022-23 પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે GST અંતર્ગત અમુક કાર્ય માર્ચ-2023 માં મહિના માં કરવા જરૂરી હોય છે. આ આર્ટીકલ માં આપડે આવા કાર્ય ની સરળ ભાષામાં માહિતી આપેલ છે.

  1. REGULAR TO COMPOSITION
  • નાણાકીય વર્ષ 2022-23 માં જે વ્યક્તિ REGULAR માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2023-24 થી જો COMPOSITION SCHEME (ઉચક્વેરા) માં ટેક્ષ ભરવો હોય તે વ્યક્તિ 31/03/2023 સુધીમાં GST PORTAL પર એપ્લીકેશન કરવાની હોય છે. હાલમાં GST પોર્ટલ પર આ એપ્લીકેશન કરવાનો ઓપ્સન શરુ થય ગયો છે.
  1. QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા માટે
  • જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું પાછલા વર્ષ માં 5 કરોડ સુધીનું ટર્ન ઓવર હોય તે જ કરદાતા QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરી શકે. જો કોઈ કરદાતા નાણાકીય વર્ષ 2022-23 માં QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરે છે, પરંતુ નાણાકીય વર્ષ 2022-23 માં તેમનું ટર્ન ઓવર 5 કરોડ થી વધી  ગયું હોય તો નાણાકીય વર્ષ 2023-24 થી ફરજીયાત MONTHLY RETURN ફાઈલ કરવા પડે. જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું નાણાકીય વર્ષ 2022-23 માં તેમનું ટર્નઓવર 5 કરોડ થી વધી ગયું, અથવા  GST માં રજીસ્ટર વ્યક્તિ સ્વૈચ્છિક QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા ઇરછતા હોય તેમને 01/02/2023 થી 30/04/2023 સુધીમાં GST પોર્ટલ પર QRMPS માંથી MONTHLY રીટર્ન ફાઈલ કરવાનો  વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો રહેશે.
  1. LUT RENEWAL
  • GST માં રજીસ્ટર વ્યક્તિ જે EXPORT (નિકાસ ) કરતા હોય તે વ્યક્તિ LUT (LATTER OF UNDERTAKING) 31/03/2023 પહેલા રીન્યુ કરાવી લેવી ફરજીયાત છે. હાલમાં GST પોર્ટલ પર આ સુવિધા શરુ થય ગયેલ છે.                                                     
  1. GTA ANNEXTUREV
  • તારીખ 13/07/2022 ના સેન્ટ્રલ ટેક્ષ ના નોટીફીકેસન 03/2022 મુજબ દરેક GTA (GOODS TRANSPORT AGENCIES) એ દર વર્ષ ની 15 માર્ચ પહેલા આગળના નાણાકીય વર્ષ માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરવા માટે ANNEXURE V GST પોર્ટલ પર સબમિટ કરી ને  તે ઓપ્સન સિલેક્ટ કરી લેવાનો હોય છે.

ઉદાહરણ:

 નાણાકીય વર્ષ 2023-24 માટે 15/03/2023 પહેલા GST પોર્ટલ પર ફોરવર્ડ ચાર્જ માં  ટેક્ષ  ભરવા માટે ANNEXURE V સબમિટ કરી દેવું ફરજીયાત છે.

  • જે GTA ફોરવર્ડ ચાર્જ માં  ટેક્ષ ભરવા માટે ANNEXURE V સબમિટ નથી કરતા તે ઓટોમેટીક RCM માં ગણવામાં આવશે.
  • એક વાર ઓપ્સન સિલેક્ટ થયા પછી તેમાં નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ફેરફાર થશે નહિ.

GST પોર્ટલ પર અત્યારે આ સુવિધા શરુ કરી દેવામાં આવી છે.

LOGIN TO GST PORTAL

USER SERVICE

OPTING FORWARD CHANGE PAYMENT BY GTA (ANNEXTURE V )

આમ, જો આપને ઉપરના કોઈ પણ કર્યો લાગુ પડતાં હોય તો આ કર્યો નિયત તારીખ સુધીમાં કરી આપવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.