May 18, 2024

LALIT GANATRA

Tax Advocate

માર્ચ માહિનામાં આ કર્યો કરવાનું ચૂકશો નહીં – Tax Today

1 min read
માર્ચ-માહિનામાં-આ-કર્યો-કરવાનું-ચૂકશો-નહીં-–-tax-today

Reading Time: 3 minutes

તા. 06.03.2023: માર્ચ મહિનો ટેક્સેશન હેઠળ ખૂબ મહત્વનો રહેતો હોય છે. નાના મોટા બિઝનેસમેન હોય કે પગારની કે વ્યાજની આવક ધરાવતા કરદાતા, તમામ પોતાના ટેક્સ અંગેના પ્લાનિંગ કરી લેતા હોય છે. આ માર્ચ મહિનામાં એવા ક્યાં કામ છે જે કરદાતા કરી લે તે જરૂરી છે.

  1. ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાના PAN સાથે Aadhar લિન્ક કરવવો છે જરૂરી:

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 31 માર્ચ 2023 સુધીમાં તમામ કરદાતા એ પોતાના PAN સાથે Aadhar લિન્ક કરી આપવો જરૂરી છે. જો 31 માર્ચ 2023 સુધીમાં આ લીંકિંગ કરાવવામાં નહીં આવે તો કરદાતાનો PAN સસ્પેન્ડ (સ્થગિત) થઈ જશે તેવી જોગવાઇઓ છે. આ ઉપરાંત હાલમાં 1000/- ના ચલણ સાથે આ PAN Aadhar લિન્ક થઈ શકે છે. 31 માર્ચ 2023 પછી PAN – Aadhar લિન્ક કરવામાં આવે તો 10000/- નું ચલણ કરદાતાએ ભરવાનું થઈ શકે છે. આમ, 31 માર્ચ 2023 સુધીમાં PAN તથા Aadhar લિન્ક કરી આપવામાં આવે તે જરૂરી છે.

  1. ઇન્કમ ટેક્સ હેઠળ એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી હોય તો એડવાન્સ ટેક્સ 15 માર્ચ પહેલા ભરી આપવો છે જરૂરી

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ ભરવાનો થતો ટેક્સ 10000 (દસ હજાર) થી વધુ થઈ જતો હોય તો આ ટેક્સ તેઓ દ્વારા એડવાન્સમાં ભરવાનો થતો હોય છે. સામાન્ય રીતે 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર તથા 15 માર્ચ એમ 4 હપ્તામાં આ ટેક્સ ભરવાનો થતો હોય છે. એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો માર્ચ 15 પહેલા ભરી આપવો જરૂરી છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD, 44ADA વગેરે જેવી અંદાજિત આવક યોજના હેઠળ પોતાનો ટેક્સ ભરતા કરદાતાઓએ પોતાનો અંદાજિત ટેક્સ 15 માર્ચ પહેલા એડવાન્સમાં ભરવાનો રહે છે.

  1. જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનમાં જવાની અરજી કરવી હોય તો આ અરજી 31 માર્ચ 2023 પહેલા કરવી છે જરૂરી

નાણાકીય વર્ષ 2023 24 માટે જે કરદાતા કંપોઝીશનમાં જવા માંગતા હોય તેઓ માટે આ કંપોઝીશનમાં જવા માટેની અરજી 31 માર્ચ પહેલા પોર્ટલ ઉપર કરી આપવાની રહે. જો કે જે કરદાતાઓ જેઓ અગાઉ કંપોઝીશન સ્કીમ માંજ છે તેઓ માટે ફરી અરજી કરવાની જરૂર રહેતી નથી.

  1. જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન સ્કીમની બહાર નીકળવાની અરજી પણ આદર્શ રીતે 01 એપ્રિલ ના રોજ કરવી છે સારી.

કંપોઝીશન સ્કીમમાં હોય તેવા કરદાતા કે જેઓ કંપોઝીશનની બહાર નીકળવું હોય તેના માટે કોઈ નિશ્ચિત સમય રહેતો હોતો નથી. કરદાતા ગમે તે તારીખથી મરજિયાત ધોરણે આ સ્કીમની બહાર નીકળી શકે છે. પરંતુ આદર્શ રીતે, એકાઉન્ટિંગ તથા વહીવટી સરળતા માટે કરદાતા 31 માર્ચનું વર્ષ પૂર્ણ થાય પછી, એટ્લે કે 01 એપ્રિલ ના રોજ કંપોઝીશનની બહાર નીકળે તે વધુ ઇચ્છનીય અને સરળ છે.

  1. જી.એસ.ટી. હેઠળ એક્સપોર્ટર માટે નાણાકીય વર્ષ 2023 24 માટે LUT ઓનલાઈન ફાઇલ કરવા છે જરૂરી:

        જી.એસ.ટી. કાયદા હેઠળ “એક્સપોર્ટ વિથઆઉટ પેમેન્ટ ઓફ જી.એસ.ટી.” કરતાં એક્સપોર્ટર્સ માટે નાણાકીય વર્ષ 2023 24 માટે “લેટર ઓફ undertaking” (બોન્ડ) ઓનલાઈન ભરવાઈ છેલ્લી તારીખ 31 માર્ચ છે. એક્સપોર્ટર આ તારીખ સુધીમાં પોર્ટલ ઉપર LUT ભરી આપે તે જરૂરી છે. એક્સપોર્ટર સિવાયના કરદાતા માટે આ ફોર્મ ભરવાની જરૂરિયાત રહેતી નથી.

  1. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી(GTA) માટે ફોરવર્ડ ચાર્જ ઉપર વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારવાની છેલ્લી તારીખ છે 15 માર્ચ       

જી.એસ.ટી.ની જોગવાઈ હેઠળ કાયદા હેઠળ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA) એટ્લે કે ટ્રાન્સપોર્ટની સેવા પૂરી પાડતા કરદાતાઓ માટે સામાન્ય રીતે રિવર્સ ચાર્જ મુજબ સેવા મેળવનાર દ્વારા વેરો ભરવાનો રહેતો હોય છે. પરંતુ કોઈ ટ્રાન્સપોર્ટર ધારે તો પોતે ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારી શકે છે. જો ટ્રાન્સપોર્ટર ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય ત્યારે તેઓ દ્વારા જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓનલાઈન Annexure V ફાઇલ કરી આપવું ફરજિયાત છે. જો કોઈ ટ્રાન્સપોર્ટર આ ફોર્મ ના ભારે તો તેઓએ રિવર્સ ચાર્જ મુજબ સેવા મેળવનાર વેરો ભરશે તેવો વિકલ્પ સ્વીકારેલ છે તેમ માની લેવામાં આવશે.

આમ, ઇન્કમ ટેક્સ કાયદા તથા જી.એસ.ટી. કાયદા હેઠળ કરવાના થતાં આ કર્યો કરદાતા દ્વારા માર્ચ 2023 સુધીમાં કરી લેવા જરૂરી છે. હાલ, ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. હેઠળની તમામ વિધિ ઓનલાઈન કરવાની થતી હોય, આ વિધિ સમયસર કરી આપવામાં આવે તે જરૂરી છે. ક્યારેક આ વિધિ કરવામાં થયેલ નાની સરખી ચૂક, કરદાતા માટે ગંભીર આર્થિક પરિણામો લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.