May 18, 2024

LALIT GANATRA

Tax Advocate

શુ ધરેથી વ્યવસાય કરતા વ્યકિતને જી.એસ.ટી નંબર ના આપી શકાય?? – Tax Today

1 min read
શુ-ધરેથી-વ્યવસાય-કરતા-વ્યકિતને-જીએસ.ટી-નંબર-ના-આપી-શકાય??-–-tax-today

Reading Time: 3 minutes

GST ના પ્રશ્નો ની રાજયસભામા ચચૉ એટલે પ્રોફેશનલ માટે વિચારણા હી વિચારણા!

~By Bhargav Ganatra, Jetpur

Lawyer / CA (Inter)

તા. ૨૦.૦૩.૨૦૨૩: જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે GST રજિસ્ટ્રેશન માટે હાલ કોઈ SOP બહાર પાડવામા આવેલી નથી . આ SOP ની ગેરહાજરી ને લીધે ધણી વખત સીધી રીતે કે આડકતરી રીતે GST નંબર મેળવવો ખુબ જ અધરો બની જતો હોય છે.

તો થયુ એવુ કે રાજયસભામા થતા અનેક મુદાઓ અંગે ના પ્રશ્નો અને જવાબો ની વચ્ચે તા. ૧૪/૦૩/૨૦૨૩ ના રોજ GST રજિસ્ટ્રેશન ને લગતા પ્રશ્ન નો જવાબ આપવામા આવ્યો.તો અહી નાણા મંત્રાલય ને એવો પ્રશ્ન પુછવામા આવેલો હતો કે , ” શુ મેનેજમેન્ટ સાથે જોડાયેલા સલાહકારો , આરકિટેક કે અન્ય કોઈ પ્રોફેશનલ જો પોતાના નિવાસ સ્થાન થી કામ કરતા હોય તો તેમને GST રજિસ્ટ્રેશન આપવામા પરવાનગી નથી ?! ” તો અહી વળતામા નાણા મંત્રાલય દ્વારા તેનો જવાબ આપવામા આવ્યો કે , ” CGST એકટ એ મેનેજમેન્ટ સાથે જોડાયેલા સલાહકારો , આરકિટેક કે અન્ય કોઈ પ્રોફેશનલ માટે જો પોતાના નિવાસ સ્થાનથી કાયૅ કરતા હોય તો પણ રજિસ્ટ્રેશન લેવામા કોઈ જાતની પાબંદી લગાડતુ નથી”.

હવે સામાન્ય રીતે આ રાજયસભા મા અપાયેલો જવાબ એ એક જાતનુ કલેરીફીકેશન જ ગણી શકીએ. પરંતુ , જો થોડુ વિસ્તાર પુવૅક જાણીએ તો થોડી આ અંગે ચચૉઓ કરવાનુ મન થાય ખરુ અને પરિણામે જાણવા મળે કે જેટલી સરળ કોઈ વસ્તુ દેખાતી હોય છે એટલી હોતી નથી.આપણે આ રજિસ્ટ્રેશન અંગે જેને કલેરીફીકેશન તરીકે ગણ્યુ એ રાજયસભા મા થતા પ્રશ્ન જવાબમા અપાયેલો જવાબ હતો અને ના કે GST નુ કોઈ સકૅયુલર , નોટિફિકેશન કે પછી રજિસ્ટ્રેશન માટેની SOP !

હવે જો આપણે રાજયસભા ના રુલસ અને પ્રોસીજર અંગે થોડો અભ્યાસ કરીએ તો અહી Condition of Admissibility of Question ની અંદર 2 (V) જોઈએ તો તે મુજબ છે…

*”it shall not ask for an expression of opinion or the solution of an abstract legal question or of a hypothetical proposition”*

હવે આપણ ને અહી જે રાજયસભામા જે જવાબ મળ્યો એ અંગે GST નો કાયદો ટોટલ સાયલેન્ટ છે અને અધુરામા પુરુ આ અંગે કોઈ SOP પણ ના હોવાથી આ અંગે કોઈ રોકડુ સ્ટેન્ડ તો હતુ નહી તો પછી આ રીતે રાજયસભા મા અપાયેલા જવાબ ને કલેરિફિકેશન હોવા છતા કલેરિફિકેશન ગણવુ કે નહી તે એક પ્રશ્ન લાગી રહયુ છે.

તો શુ આ રાજયસભા મા થયેલી પ્રશ્નનોતરી મા મળેલો આ જવાબ કોઈ કામનો નહી ? તો એનો જવાબ પણ સાચુ કહુ તો ના જ છે કારણ કે ફાયદો તો છે જ …ભલે આને કલેરીફીકેશન ગણવુ કે નહી એ એક પ્રશ્ન હોય પરંતુ દેશની રાજયસભા ની અંદર નાણા મંત્રાલય ના ડીપાટૅમેન્ટ ઓફ રેવન્યુ દ્વારા આ રોકડુ સ્ટેન્ડ આપવામા આવ્યુ છે. એટલે જો કોઈ પ્રોફેશનલ ના રજિસ્ટ્રેશન ની અંદર WFH ની પરિસ્થિતિ હોય ને આ કારણ થી રજિસ્ટ્રેશન માટે કોઈ વસ્તુ અડચણ રુપ લાગતી હોય તો રાજયસભામા અપાયેલો આ જવાબ ૧૦૦% પોતાનુ કામ કરશે એ વાતમા બે મત નથી.

આ ઉપરાંત પણ હજુ એક વાત છે જે કદાચ કોઈના મગજમા ચાલી રહી હશે કે અહી તો વાત માત્ર પ્રોફેશનલ ની જ થ ઈ છે તો જો કોઈ વ્યકિત ધર બેઠા ધંધો કરતો હોય તો તેમના માટે ધરબેઠા રજિસ્ટ્રેશન લેવાની મનાઈ છે. તો આનો પણ સરળ જ જવાબ છે કે ઉપર જોયુ એમ આ રાજયસભામા અપાયેલો એક જવાબ માત્ર હતો એટલે આ જવાબ થી કોઈ કાયદાકીય રીતે બીજા માટે ધરબેઠા રજિસ્ટ્રેશન લેવાની મનાઈ થઈ જાય એવુ તો તારણ કોઈ રીતે કાઢી શકીએ જ નહી.

હવે મુળ તારણ પણ પહોચીએ તો રાજયસભા મા થયેલા આવા પ્રશ્ન જવાબ ને કલેરીફીકેશન ગણવુ કે નહી તે વાત છે જ નહી. વાત માત્ર એટલી જ છે કે અહી આ સમયે જરુર છે રજિસ્ટ્રેશન માટેની જરુરી એવી SOP ની…જો પ્રોફેશનલ SOP માટેની માગ જરુરી એવા વ્યકિતઓ સુધી પહોચાડી શકશે તો જ રજિસ્ટ્રેશન મા પડતી મુશ્કેલીઓ કે પછી આવી રીતના થતા કાયદાકીય આટીધુટીના પ્રશ્નો નો નીવેડો લાવી શકશે.

એકસ્ટ્રા શોટૅ :- આ પરિસ્થિતિ ને ધ્યાનમા રાખીને નિદા ફાઝલી સાહેબ નો એક શેર યાદ આવે છે કે..

हर आदमी में होते हैं, दस बीस आदमी,

जिसको भी देखना हो कई बार देखना |

તો અહી મને પણ નિદા ફાઝલી સાહેબની આગોતરી માફી સાથે કહેવાનુ મન થાય છે કે બધા અપડેટ ના હોય છે બે ત્રણ અથૅધટન , તો જે પણ અપડેટ ને વાચો તેને ધ્યાનથી વાચજો..!

(લેખક ગણાત્રા એસોસીએટ સાથે જોડાયેલ છે અને સારા વાંચક, લેખક અને વિવેચક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.