May 18, 2024

LALIT GANATRA

Tax Advocate

GST અંતર્ગત બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ની સરળ ભાષામાં સમજુતી. – Tax Today

1 min read
gst-અંતર્ગત-બુક્સ-ઓફ-એકાઉન્ટ-ક્લોઝ-કરતી-વખતે-ધ્યાનમાં-રાખવાના-મુદ્દાઓ-ની-સરળ-ભાષામાં-સમજુતી.-–-tax-today

Reading Time: 3 minutes

તા: 01/04/2023

-By Prashant Makwana

પ્રસ્તાવના

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ પૂરું થય ગયું છે ત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના  બુક્સ ઓફ એકાઉન્ટ આપને ક્લોઝ કરી રહ્યા છી ત્યારે આપણે GST અંર્તગત ઓઉટપુટ ટેક્ષ લાયાબીલીટી અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બાબતે કઈ કઈ બાબત ને ધ્યાન માં લેવી જોય તેની સરળ ભાષા માં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • ઓઉટપુટ ટેક્ષ લાયાબીલીટી
  • બુક્સ ઓફ એકાઉન્ટ, GSTR-1 અને GSTR-3B માં વેચાણ અને ટેક્ષ લાયબીલીટી એક સરખી હોવું જોઈએ.
  • FIX ASSETS નું વેચાણ કરેલ હોય તો તેને પણ GSTR-1 માં અને GSTR-3B માં દર્શાવવું જરૂરી છે.
  • નફા નુકશાન ખાતાની જમા બાજુ આપણે વેચાણ સિવાયની કોઈ પણ આવક બતાવેલા હોઈ તો તે જો GST ના દાયરામાં આવતું હોય તો તે GSTR-1 અને GSTR-3B માં દર્શાવવું જરૂરી છે.
  • E-WAY BILL અથવા E-INVOICE માં જે ટેક્ષ લાયબીલીટી  ડીકલેર થય હોય તેનાથી ઓછી ટેક્ષ લાયબીલિટી GSTR-3B માં ડીકલેર  નો થવી જોય.
  • ઈનપુટ ટેક્ષ ક્રેડીટ
  • બુક્સ ઓફ એકાઉન્ટ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ નું  GSTR-2B અને GSTR-3B  ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ સાથે રીકન્સીલેસન.
  • GSTR-3B માં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરી છે તે GSTR-2B કરતા વધારે નો હોવી જોય.
  • બુક્સ ઓફ એકાઉન્ટ માં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ હોય તેનું GSTR-3B ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ સાથે રીકન્સીલેસન કરવું જરૂરી છે. નાણાકીય વર્ષ 2021-22 ના ટેક્ષ ઇન્વોઇસ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ GSTR-3B માં નાણાકીય વર્ષ 2022-23 માં ક્લેમ કરેલ હોય તો તેનું ઇન્વોઇસ વાઈસ લીસ્ટ બનાવી લેવું જરૂરી છે.
  • નાણાકીય વર્ષ 2022-23 ના ટેક્ષ ઇન્વોઇસ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ GSTR-3B નાણાકીય વર્ષ 2023-24 માં ક્લેમ કરવાની હોય તો તેનું પણ ઇન્વોઇસ વાઈસ લીસ્ટ બનાવી લેવું હિતાવહ છે
  ITC ની વીગત CGST SGST IGST
  બુક્સ ઓફ એકાઉન્ટ મુજબ ITC      
+ નાણાકીય વર્ષ 2021-22 ની   ITC નાણાકીય વર્ષ 2022-23 માં ક્લેમ કરેલ છે તે ઉમેરવાની.      
નાણાકીય વર્ષ 2022-23 ની ITC નાણાકીય વર્ષ 2023-24 માં ક્લેમ કરવાની હોય તે બાદ કરવાની      
  GSTR-3B મુજબ ની ITC      
  • આપણે જેની પાસે થી માલ ની ખરીદી કરી છી તેને 180 દિવસમાં પેમેન્ટ કરી દેવું જરૂરી છે જો 180 દિવસમાં પેમેન્ટ નો થયું હોય તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનું વ્યાજ સાથે  રિવર્સલ કરવાનું હોય છે તે કર્યું છે કે નહી? તે ચકાસી લેવું જરૂરી છે.
  • ITC REVERSE કરવાની થતી હોય તો રિવર્સ કરી છે કે કેમ.
  • બુક માં જેટલી INPUT TAX CREDIT રહેતી હોય તેટલી જ ક્રેડીટ GST PORTAL પર હોવી જોઈ. અથવા બુક્સ માં જો ચલન ભરવાનું થતું હોય તો પોર્ટલ પર પણ તેટલું જ ચલણ હોવું જોઈ.
  • નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જેટલો ખર્ચ કે ખરીદી હોય તેને એક વાર ચકાસી લેવું અને તે પ્રોપર GSTR-3B માં રેપોર્ટીગ થયું છે કે નહી તે ચેક કરી લેવું.
  • નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માં જે ખર્ચ છે તેમાં RCM લાગુ પડતું હોય તો તે ચેક કરી લેવું અને તેટલો RCM ભર્યો છે કે નહી તે જોવું.
  • આપણે જેની પાસેથી માલની ખરીદી કરી છે. તે વેપારી નો GST NUMBER પાછળની તારીખ થી કેન્સલ નથી થઇ ગયો તે ખાસ ચકાસી લેવું જરૂરી છે.

માર્ચ ૨૦૨૩ અથવા જાન્યુઆરી થી માર્ચ-૨૦૨૩ નું GSTR -3B ફાઈલ કરતી વખતે જો ઉપર મુજબના મુદ્દાઓને ચકાસીને તેની અસર GSTR -3B માં આપવામાં આવે તો GST અંતર્ગત રીટર્ન સ્ક્રુટીની અથવા વ્યાજ થી બચી શકાય છે. આ ઉપરાંત આ મુદ્દાઓનો સમાવેશ માર્ચ મહિનાના રિટર્નમાં કરી લેવામાં આવે તો આગામી વર્ષમાં આ તફાવતની રકમ લેવાની મુશ્કેલી ના પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.