બજેટ 2023: ટેક્સેશન અંગેની મહત્વની જોગવાઇઓ – Tax Today
Reading Time: 2 minutes
By Bhavya Popat,
તા. 01.02.2023: મોદી સરકારના નાણાંમંત્રી, નિર્મલા સીથારમણ દ્વારા મોદી સરકાર 2.0 નું આ કદાચ આ છેલ્લું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લું બજેટ એટલા માટે ગણી શકાય કારણકે આવતા વર્ષે 2024 માં મે મહિનામાં ભારતમાં લોકસભા ચુટણી યોજવાની પ્રબળ શક્યતા છે. આમ થાય તો સરકાર સંપૂર્ણ બજેટ આપવાના સ્થાને “વોટ ઓન એકાઉન્ટ” બહાર પડે તેવું માનવમાં આવે છે. નાણાંમંત્રીની બજેટની સ્પીચમાં સામાન્ય લોકો માટે ટેક્સ અંગેના ફેરફારો સૌથી વધુ રસપ્રદ અને મહત્વના માનવમાં આવતા હોય છે. આજે આ બજેટમાં ટેક્સને લગતી જોગવાઇઓમાં શું ફેરફારો આવ્યા છે તે અંગે આ લેખમાં વિગતો આપવામાં આવી છે.
ઇન્કમ ટેક્સમાં જાહેર કરવામાં આવેલ ફેરફારો.
- 5 લાખ સુધી હાલ કોઈ ટેક્સ લાગુ થતો નથી. આ લિમિટને હવે 7 લાખ કરવામાં આવી. નવી ટેક્સ સિસ્ટમને જ આ નવી લિમિટ લાગુ પડશે.
- 2020 થી લાગુ થયેલ નવી ટેક્સ રિજીમમાં ફેરફાર: 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં. 3 ઉપરથી 6 લાખ સુધી 5%, 6 લાખ ઉપરથી 9 લાખ 10%, 9 લાખ ઉપરથી 12 લાખ 15%, 12 લાખ ઉપરથી 15 લાખ 20%, 15 લાખ ઉપર 30% ના ઇન્કમ ટેક્સના સ્લેબ. ઉલ્લેખનીય છે કે આ નવા દર માત્ર નવી સ્કીમ માટે જ થશે લાગુ.
- નવી ટેક્સ રિજીમને “ડિફોલ્ટ” ગણવાની જોગવાઈ. જો કે કરદાતાઓ પાસે જૂની સ્કીમ સિલેક્ટ કરવાનો વિકલ્પ.
- ઉચ્ચ આવક ધરાવતા કરદાતાઓ માટે સરચાર્જમાં 37% થી 25% સુધીનો ઘટાડો.
- PAN ને તમામ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેંટ માટે સર્વમાન્ય પ્રૂફ તરીકે માન્ય ગણવા પ્રસ્તાવ. “ઈઝ ઓફ ડૂઇંગ” બિઝનેસ માટે મહત્વનુ પગલું.
- MSME, ધંધાર્થીઓ, ચેરીટેબલ ટ્રસ્ટ વગેરે માટે પોતાના કાયદાકીય દસ્તાવેજોની જાળવણી માટે વ્યક્તિઑની જેમ “ડીજી લૉકર” ની સુવિધા આપવાની જાહેરાત.
- MSME જેઓનું ટર્નઓવર 2 કરોડ સુધીનું ટર્નઓવર હોય તેઓ “પ્રિસ્મ્ટીવ ટેક્સેશન” નો લાભ લઈ શકતા હતા. આ લિમિટમાં વધારો કરી હવે 3 કરોડ કરવામાં આવી છે. પરંતુ આ વધારાની લિમિટ તો જ લાગુ પડશે જો તેઓની કુલ આવક પૈકી રોકડ આવક 5% થી વધતી ના હોય.
- પ્રોફેશનલસ જેઓનું ટર્નઓવર 50 લાખ સુધીની રિસીપ્ટ હતી તેને વધારી 75 લાખ કરવામાં આવી. પરંતુ આ વધારાની લિમિટ તો જ લાગુ પડશે જો તેઓની કુલ આવક પૈકી રોકડ આવક 5% થી વધતી ના હોય.
- MSME ને ચુકવણી નિયમિત થાય તે માટે MSME ને કરવાની થતી ચુકવણી ખર્ચ તરીકે ત્યારે જ બાદ મળશે જ્યારે આ ચુકવણી MSME ને કરવામાં આવી હોય.
- નવી કો ઓપરેટિવ ઉત્પાદક સંસ્થા જે 31.03.2024 સુધી ઉત્પાદન શરૂ કરે તેઓને 30% ના સ્થાને 15% નો રાહતકારક દરની જોગવાઈ.
- પ્રાઇમરી એગ્રીકલ્ચર કો ઓપેરેટિવ સોસાયટીમાં રોકડ ડિપોઝિટ તથા રોકડ લોન માટે રોકડની મર્યાદા સભ્ય દીઠ 2 લાખ સુધી વધારવામાં આવી.
- સ્ટાર્ટ અપ માટે ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા 31.03.2024 સુધી વધારવામાં આવી.
- રહેઠાણના ઘર બાબતે ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 54 તથા 54F માટે 10 કરોડ સુધીની મર્યાદા મૂકવાનો પ્રસ્તાવ.
(આ લેખ નાણાંમંત્રીની બજેટ સ્પીચ દરમ્યાન અપડેટ થયેલ છે. ફાઇનન્સ બિલ આવ્યા બાદ અને તેના વાંચન બાદ આમાં સુધરો કરવામાં આવશે)